Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં આજે ઉમંગ અને ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી | Morning News | 30-08-2021

Live TV

X
Gujarati

1--- દેશભરમાં આજે ઉમંગ અને ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી...  નાથદ્વારા, મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી ભક્તોની ભીડ... તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી જન્માષ્ટમી પર્વ શુભકામના...

2--- રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી... અમદાવાદના ઈસ્કોન મંદિર, જગત મંદિર દ્વારકા,  ભાલકાતીર્થ  અને શામળાજી સહિત રાજ્યભરના ભગવાન કૃષ્ણના મંદિરોમાં દર્શન માટે ભાવિકોનો ધસારો.... નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યા મંદિર પરિસરો... તો શ્રાવણના ચોથા સોમવાર અને જન્માષ્ટમીને લઈને સોમનાથમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર...

3--  ટોકિયો પેરાલિમ્પિકમાં ગુજરાતની દિકરી ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સ વર્ગ-4 કેટેગરીમાં ભારતને અપાવ્યો પ્રથમ મેડલ......મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવિના અને તેમના પરિવાર જનો સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી, દેશ માટે મેડલ લાવવા બદલ પાઠવ્યા અભિનંદન ......રાજ્ય સરકાર દ્વારા ભાવિનાને રૂપિયા 3 કરોડ આપવાની કરાઈ જાહેરાત

4--- ટોકિયો પેરાલિમ્પિકમાં અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં મેળવ્યું સ્થાન..  તો નિષાદ કુમારે હાઇજમ્પ T47 માં જીત્યો રજત પદક.....જ્યારે વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં F 52માં જીત્યો કાંસ્ય પદક.....પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ખેલમંત્રી અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવોએ બંને ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન...

5--- દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા 43,500 કેસમાંથી એકલા કેરળમાં 30 હજારથી વધુ નવા કેસ,,, સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કેરળમાં આજથી લાગુ થશે રાત્રિ કર્ફયૂ..  જ્યારે ગોવામાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયો કોરોના કર્ફયૂ.. જમ્મુ-કાશ્મીરમાં પણ કોચિંગ સહિત તમામ શાળા અને કોલેજ આગામી સુચના ન મળે ત્યાં સુધી રખાશે બંધ...

6--- તહેવારોના માહોલ વચ્ચે પણ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો..... રવિવારે નોંધાયેલા નવા 12 કેસની સામે 12 દર્દીઓ સાજા થતાં મોટો હાશકારો....રિકવરી રેટ થયો 98.76 ટકા....તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતમાં બનેલી કો-વેકસીનની પ્રથમ બેચ કરી રિલીઝ...

7--- રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાષ્ટ્રીય સુરક્ષા પર બલરામજીદાસ ટંડન સ્મૃતિ વ્યાખ્યાનને કરશે સંબોધિત...   પંજાબ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમને  વર્ચ્યુઅલી સંબોધન કરશે રક્ષામંત્રી...

8--- રિઝર્વ બેંકની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22  સિરીઝ-6 આજથી 3 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો માટે ખુલશે..  રિઝર્વ બેંકે પ્રતિ ગ્રામ માટે 4 હજાર 732 રૂપિયાની કિંમત કરી છે નક્કી...

9--- ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યામૂર્તિ જસ્ટિસ બેલા બહેન ત્રિવેદીનો યોજાયો વિદાય સમારંભ.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંને ન્યાયધીશોના માનમાં ગાંધીનગરમાં  વિદાય સમારોહ યોજી આપી શુભેચ્છા... બંને ન્યાયધીશોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે થઈ છે નિમણૂંક... 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply