Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરની ક્રોએશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા | Morning News | 03-09-2021

Live TV

X
Gujarati

1 ત્રણ દેશોની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે ક્રોએશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચામાં લેશે ભાગ. તો સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી સાથે કરી મુલાકાત - જ્યારે યુરોપીયન સંઘ સાથે ભારતના સંબંધો અંગે કરી ચર્ચા - સાથે જ અફઘાનિસ્તાન સહિત ભારત પ્રશાંત ક્ષેત્ર અંગે પણ કરી વાતચીત.

2 આસામમાં પૂરની પરિસ્થિતિમાં આવ્યો આંશિક સુધારો. પૂરપીડિતોની સંખ્યા ઘટીને 5 લાખથી ઓછી થઈ.તો બિહારમાં હજી પણ પૂરની સ્થિતિ ચિંતાજનક. 40 લાખથી વધુ પૂર અસરગ્રસ્તોને મદદ કરવા માટેની કામગીરી પૂરજોશમાં.

3 કોરોનાની બીજી લહેર હજી નથી થઈ પૂરી... કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સતર્કતા પણ જરૂરી, આરોગ્ય મંત્રાલયે કહ્યું, જૂનની સરખામણીએ દેશમાં સંક્રમિત જિલ્લાઓમાં થઈ રહ્યો છે ઘટાડો. તો દેશમાં રસીકરણનું મહાઅભિયાન પહોંચ્યું 67 કરોડને નજીક. ગુરૂવારે 64 લાખ 70 હજારથી વઘુ લોકોને અપાઈ રસી...   

4 રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો યથાવાત... ગુરૂવારે કોરોનાના નોંધાયા માત્ર ૧૦ કેસ- જયારે 12 દર્દીઓ થયા સાજા. તો રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહેલાં રસીકરણ અંતર્ગત ગઈકાલે 7 લાખ ૨૩ હજાર ૯૮૦ લોકોનું કરાયું રસીકરણ

5 12 માં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું યજમાન રાજ્ય બનશે ગુજરાત- સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ડિફેન્સ એક્સપો-ર૦રરની તૈયારીઓ અંગે યોજી સમીક્ષા બેઠક - તો ડિફેન્સ એક્સપો-ર૦રર માટે સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અને ગુજરાત સરકાર વચ્ચે સંપન્ન થયા એમ.ઓ.યુ 

6 કેવડિયા ખાતે ચાલી રહેલી ત્રિ-દિવસીય પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આજે થશે સમાપન. બેઠકના બીજા દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રહ્યાં હતાં ઉપસ્થિત, કહ્યું,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદ પર  કસવામાં આવી લગામ - તો હથિયાર ઉત્પાદન ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બની રહ્યો હોવાનું કર્યુ ગૌરવ..

7 ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લિટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત-બેડમિન્ટનમાં પ્રમોદ ભગતે સેમિફાઇનલમાં બનાવ્યું સ્થાન તો  પ્રાચી યાદવે કેનૌની વી - 2 કેટેગરીની 200 મીટર ઇવેન્ટની સેમિફાઇનલમાં સુનિશ્ચિત કરી જગ્યા

8 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે  ભારતે બનાવ્યા 191 રને ઓલઆઉટ, તો  ઈંગ્લેન્ડે 54 રનમાં ગુમાવી 3 વિકેટ- ટીમ ઈંગ્લેન્ડના  કેપ્ટન  પણ થયા સસ્તામાં આઉટ. હાલમાં શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરોબરી પર છે

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply