Skip to main content
Settings Settings for Dark

શેરડીની ખેતી કરતા ખેડૂતોને લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય | Morning News | 26-08-2021

Live TV

X
Gujarati

1 વિદેશમંત્રી એસ.જયશંકર આજે દેશના તમામ પક્ષના આગેવાનોને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ વિશે કરાવશે અવગત... બીજી તરફ CDS બીપીન રાવતે કહ્યું, અફઘાનિસ્તાનમાંથી થનારી કોઈપણ આતંકવાદી ગતિવિધિ સામે કડકાઈથી વરતશે ભારત. તો અફઘાનિસ્તાન સંકટ વચ્ચે ભારત આવવા ઈચ્છતા નાગરિકો ઈ-વિઝા દ્વારા જ ભારતમાં કરી શકશે પ્રવેશ

2 દેશના શ્રમિકો માટે કેન્દ્ર સરકારની સરાહનીય ડીજીટલ પહેલ. સરકાર આજે અસંગઠીત શ્રમિકો પર  રાષ્ટ્રીય ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલનું કરશે લોન્ચિંગ. પોર્ટલ પર દેશના અસંગઠીત શ્રમિકોના ક્ષેત્રના તમામ શ્રમિકોનો ડેટા રહેશે ઉપલબ્ધ.

3  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈ ખાતે એન્હાંસ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ એટલે કે ઈઝ-4 કર્યું લોન્ચ ઈઝ -4 થી ખેડૂતોને સરળતાથી મળી રહેશે કૃષિ લોન. તો કોરોનાના કારણે જીવ ગુમાવનારા  બેંક કર્મચારીઓને મળનારા વેતનના 30 ટકા હવે તેમના પરિવારજનોને પેન્શન તરીકે આપવાની કરી જાહેરાત.

4  શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે  કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય... શેરડીની એફઆરપી વધારીને પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયા કરાઈ, જે જૂના ભાવ કરતા 10 ટકા વધારે... કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું, ગત વર્ષની સરખામણીમાં 86 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયાં. પ્રધાનમંત્રી મોદીએ નિર્ણયની કરી સરાહના.

5 સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલા દેશમાં તમામ શિક્ષકોનું રસીકરણ કરાવવાની કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી અપીલ.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, રાજ્યોને પર્યાપ્ત માત્રામાં અપાઈ રહ્યા છે વેક્સિનના ડોઝ.તો દેશમાં કોરોના રસીકરણનો આંકડો 60 કરોડને પાર.

6 રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 17 કેસ નોંધાયા જ્યારે 17 દર્દીઓ થયા સાજા. તો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો.તો 3 લાખ 46 હજારથી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ.રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 159એ તો હાલમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર. અમદાવાદમાં 2, સુરતમાં 6 અને વડોદરામાં 2 નવા કેસ નોંધાયા.

7 હેડિંગ્લે ટેસ્ટ મેચના પહેલાં દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન.મેજબાન ઈંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 78 રન પર સમેટ્યું. પ્રથમ દિવસની મેચમાં ઈંગ્લેન્ડ એકપણ વિકેટ ગુમાવ્યા વગર 42 રનથી આગળ.  

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply