અનિલ અંબાણી પર શેરબજારમાં 5 વર્ષ માટે પ્રતિબંધ
Live TV
-
અનિલ અંબાણી પર શેરબજારમાં 5 વર્ષ માટે પ્રતિબંધ
અનિલ અંબાણી સામે સેબીએ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય બજાર નિયામક સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 24 અન્ય લોકો પર કંપનીના ભંડોળના ગેરઉપયોગના મામલે 5 વર્ષ માટે મૂડીબજાર પર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ સેબીએ અનિલ અંબાણીને 25 લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.
અનિલ અંબાણીને સેબીએ 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સોનલ (KMP) અથવા બજાર નિયામકમાં રજિસ્ટર્ડ કોઈપણ ઇન્ટરમીડિયેટર સહિત સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સાથે સંકળાયેલા રહેવાથી રોક્યા છે. સેબીએ અનિલ અંબાણી સહિત અન્ય 24 એન્ટિટીને કુલ દંડ રૂ. 625 કરોડથી વધુ દંડ ફટકાર્યો છે.