Skip to main content
Settings Settings for Dark

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતા ભારતીય શેરબજારમાં તેજી, સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો

Live TV

X
  • MCX  પર સોનાના ભાવમાં 979 રૂપિયાનો વધારો નોંધાયો, 10 ગ્રામ સોનાનો ભાવ 66 હજાર 700ની સપાટી પર પહોંચ્યો

    અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતા ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન કારોબારમાં 700થી વધુ અંકનો ઉછળો આવ્યો હતો. ત્યાર બાદ સેન્સેક્સ 539ના વધારા સાથે 72 હજાર 641 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી પણ 200 અંકના વધારા 22 હજારને પાર પહોંચ્યો છે. IT, મેટલ અને સરકારી બેંકિગ શેર્સ લીલા નિશાને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીમાં BPCL અંદાજે 3 ટકાની મજબૂતી સાથે ટોપ ગેનર છે.આ ઉપરાંત સોના ચાંદી બજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX  પર સોનાના ભાવમાં 979 રૂપિયાનો વધારો થયો. 10 ગ્રામ સોનાનો ભાવ 66 હજાર 700ની સપાટી પર પહોંચ્યો છે..આવી જ રીતે ચાંદીના ભાવમાં પણ 1100 રૂપિયાનો વધારો થયો...એક કિલો ચાંદીનો ભાવ 79 હજાર 566 પર પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply