Skip to main content
Settings Settings for Dark

આવકવેરા વિભાગનું એલર્ટ, સ્કેમર્સ આ રીતે રિફંડ મેસેજ મોકલીને કરી રહ્યા છે છેતરપિંડી

Live TV

X
  • મોટાભાગના લોકોએ પોતાનું ITR એટલે કે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને હવે તેઓ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવકવેરા વિભાગે આવા લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે.

    ઈન્કમ ટેક્સ રિફંડનો ઉપયોગ એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સાયબર ઠગ હવે કરદાતાઓના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવા માટે આવકવેરા રિફંડને પોતાનું હથિયાર બનાવી રહ્યાં છે. નકલી મેસેજ મોકલીને વ્યક્તિનાં બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાય છે. દેશભરમાં રિફંડના નામે છેતરપિંડીના અનેક મામલા પ્રકાશમાં આવ્યા બાદ આવકવેરા વિભાગે કરદાતાઓને એડવાઈઝરી જાહેર કરી છે. 

    સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે
    જો તમે ITR ફાઈલ કર્યું છે અને રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો તમારે થોડું સાવચેત રહેવાની જરૂર છે. આ દિવસોમાં સાયબર ઠગ એક મેસેજ મોકલી રહ્યાં છે તેમાં લખેલું છે કે તમારા નામે 15,000 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે. રકમ જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ જશે. તમારો એકાઉન્ટ નંબર XXXXXABCD ચકાસો, જો તે સાચો ન હોય તો નીચે આપેલ લિંકની મુલાકાત લઈને તમારા બેંક ખાતાની વિગતો અપડેટ કરો. આવકવેરા વિભાગે આવકવેરાદાતાઓને આવા સંદેશાઓનો જવાબ ન આપવા જણાવ્યું છે.

    ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ લિંક ઈન્કમ ટેક્સ પેયરને ફેક વેબસાઈટ પર લઈ જાય છે, જ્યારે તે ત્યાં એકાઉન્ટ અપડેટ કરે છે ત્યારે તેને OTP મોકલવામાં આવે છે. તે OTP દાખલ થતાંની સાથે જ સ્કેમર્સ બેંક ખાતામાં પ્રવેશ કરે છે. તેથી, જો તમારા મોબાઈલ પર આવકવેરા રિફંડ સંબંધિત કોઈ સંદેશ આવી રહ્યો છે, જેમાં બેંક એકાઉન્ટ નંબર અથવા અન્ય કોઈપણ માહિતીની ચકાસણી કરવાની વાત કરવામાં આવી રહી છે, તો આવા સંદેશાઓથી સાવચેત રહો અને તેનો જવાબ આપીને, તમારું બેંક એકાઉન્ટ ખાલી.

    આવકવેરા વિભાગ લિંક ધરાવતો કોઈ સંદેશ મોકલતો નથી
    ITR પર પ્રક્રિયા કર્યા પછી, વિભાગ ટેક્સ રિફંડ સીધા કરદાતાના એ જ બેંક ખાતામાં મોકલે છે, જે તેણે ITR ફાઇલ કરતી વખતે આપ્યું હતું. આ સાથે આ માહિતી રજીસ્ટર્ડ ઈ-મેલ અથવા મોબાઈલ નંબર પર મેસેજથી આપવામાં આવે છે. જો વિભાગને બેંક ખાતા સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય, તો તે કરદાતાના રજિસ્ટર્ડ ઈ-મેલ પર સંદેશ મોકલે છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. આવી સ્થિતિમાં, તમામ કરદાતાઓએ સમયસર તેમનો ITR ફાઇલ કરવો જોઈએ. જો તમે સમયમર્યાદા સુધીમાં ITR ફાઈલ ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply