એલોન મસ્કને પછાડીને જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા
Live TV
-
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 11માં સ્થાને છે, જેમની સંપત્તિ $115 બિલિયન છે.
ટેસ્લાના ચીફ એલોન મસ્કને પછાડીને જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલોન મસ્ક જે લાંબા સમયથી સૌથી અમીર વ્યક્તિ હતા. જેફ બેઝોસ જે અત્યારે 200.3 અબજ ડૉલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે એલોન મસ્ક 197.7 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા સ્થાને પહોંચી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ $200.3 બિલિયનની સંપત્તિ સાથે ટોચ પર છે. તે જ સમયે, એલોન મસ્ક હવે $197.7 બિલિયનની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. આ પહેલા ઈલોન મસ્ક સતત 9 મહિના સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યા હતા. તે જ સમયે, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 11માં સ્થાને છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિ $115 બિલિયન છે. તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં $18.2 બિલિયન ઉમેર્યા છે. તેવી જ રીતે, અન્ય ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ યાદીમાં 12મા નંબરે છે અને હાલમાં તેમની સંપત્તિ 104 અબજ ડૉલર છે.