જન્માષ્ટમીએ શેરબજારમાં ટ્રેડિંગ થશે કે નહીં?
Live TV
-
સોમવારે શેર બજાર ખુલ્લુ રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પોતાના સમય પર જ ખુલશે.
દર સપ્તાહ શેરબજારમાં પાંચ દિવસનું કામકાજ થાય છે. શનિવાર અને રવિવારના રોજ શેરબજાર બંધ રહે છે. આ દિવસોમાં કોઈ જ ટ્રેડિંગ કામકાજ થતું નથી. ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પ્રસંગે બજાર બંધ રહ્યું હતું. જોકે, જન્માષ્ટમીના પ્રસંગે બજારમાં કોઈ રજા રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે કામકાજના દિવસે શેરબજાર સવારે 9:15 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.