Skip to main content
Settings Settings for Dark

ત્રણ દિવસની મંદી બાદ બજારમાં તેજી, સેન્સેક્સમાં 316થી વધુનો ઉછાળો

Live TV

X
  • શેરબજારમાં HDFC, ICICI, HCL, વિપ્રો સહિતના શેરોમાં સારી મુવમેન્ટ જોવા મળી હતી

    શેરબજારમાં સતત છ ગાબડા બાદ આજે મજબૂતી આવી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટ સુધરીને આવતાં ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં સુધારો આવ્યો હતો. મંદીવાળા ઓપરેટરોએ પણ વેચાણો કાપ્યા હતા. એફઆઈઆઈ છેલ્લી બે ટ્રેડિંગ સેશનથી બાયર થઈ છે, જેને પગલે નવી વેચવાલી અટકી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 318.48(0.96 ટકા) ઉછળી 33,351.57 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 88.45(0.87 ટકા) ઉછળી 10,242.65 બંધ થયો હતો.​

    શેરબજારમાં ત્રણ દિવસની મંદી બાદ બજારમાં તેજી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 211 પોઇન્ટ સાથે જ્યારે એનએસઇ નિફ્ટી 10,૨૧૬ અંક સાથે ૬2 પોઇન્ટના ઉછાળે ખુલ્યું હતું. શરૂઆતી કારોબાર પછી કારોબારમાં પ્રોફિટ બુકિંગ આવતા થોડીક વેચવાલી જોવા મળી હતી. જોકે માર્કેટમાં નીચા મથાળે લેવાલી આવતા બજારમાં ફરીથી ઉછાળો નોંધાયો હતો. 

    શેરબજામાં ફાર્મા, અને બેન્કિંગ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઇટી સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ માર્કેટ ડાઉન રહ્યું હતું. જોકે ચોથા દિવસે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply