ભારતીય શેરબજારમાં કારોબાર રહ્યો સ્થિર
Live TV
-
NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મીડિયા 1.83%, ઓઇલ એન્ડ ગેસ 0.55% અને નિફ્ટી ઓટો 0.24% વધ્યા હતા જ્યારે નિફ્ટી IT 0.85%, નિફ્ટી રિયલ્ટી 1.19% અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.02% ઘટ્યા
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
ઓટો, પીએસયુ બેંક, એફએમસીજી, મેટલ, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા અને કોમોડિટીઝ સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા.... જ્યારે આઇટી, ફિન સર્વિસીસ, ફાર્મા, અને પીએસઈ સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા... સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સ, નેસ્લે, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને મારુતિ સુઝુકીના શેર વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેંક, ઝોમેટો, એનટીપીસી, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, પાવર ગ્રીડ, ટાઇટન, એચયુએલ, ટેક મહિન્દ્રા, એલ એન્ડ ટી, સન ફાર્મા અને આઇટીસીના શેર ઘટ્યા હતા.
NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મીડિયા 1.83%, ઓઇલ એન્ડ ગેસ 0.55% અને નિફ્ટી ઓટો 0.24% વધ્યા હતા જ્યારે નિફ્ટી IT 0.85%, નિફ્ટી રિયલ્ટી 1.19% અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.02% ઘટ્યા હતા.