Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ

Live TV

X
  • સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 316.23 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 73,312.55 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 130.75 પોઈન્ટ અથવા 0.59 ના વધારા સાથે 22,257.40 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

    ટી પ્લસ ઝીરો સેટલમેન્ટની હકારાત્મક અસરને કારણે ભારતીય શેર બજારની આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 173 અંક મજબૂતી સાથે સેન્સેક્સ 73169 પર છે. નિફ્ટીએ 59 અંક વધી નિફ્ટી 22100 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.24-0.84% વધારો જોવા મળી રહ્યો છે.

    બીજી તરફ આજથી શેર બજારમાં ટ્રેડિંગની રીતમાં ધરમૂળથી ફેરફાર થયો છે. હવે રોકાણકારોને રૂપિયા માટે એક દિવસની રાહ નહીં જોવી પડે, ગત 15 માર્ચે, સેબીએ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આજથી લાગુ  થઈ ગયું છે આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે. T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0 માં સેટલ કરવામાં આવશે. બાકીના શેર પર T+1 નિયમ લાગુ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply