Skip to main content
Settings Settings for Dark

રેકોર્ડ બ્રેક ઉંચાઈ બાદ શેરબજારમાં પ્રોફિટબુકિંગનો માહોલ જોવા મળતા સેન્સેક્સ 59 આંકના ઘટાડા સાથે 74 હજાર 684 અંક પર રહ્યો બંધ

Live TV

X
  • નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000નો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો

    રેકોર્ડબ્રેક ઊંચાઇ બાદ ભારતીય શેરબજારમાં આજે પ્રોફિટબુકિંગનો માહોલ જોવા મળ્યો હતો. જેને પગલે સેન્સેક્સ - નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 59 આંકના ઘટાડા સાથે 74 હજાર 684 આંક પર તો નિફ્ટીમાં 24 આંકનો ઘટાડો જોવા મળતા 22 હજાર 643ના સ્તરે બંધ રહ્યો હતો. મેટલ, રિયાલિટી, બેકિંગ શેરોમાં લેવાલી રહી હતી. જ્યારે .FMCG, એનર્જી ઇંડકેસમાં દબાણ જોવા મળ્યું હતું. આ તરફ વૈશ્વિક બજારમાં સોના- ચાંદીની ધાતુઓમાં તેજીનો તરવરાટ આજે પણ યથાવત રહ્યો હતો. MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામએ 718 રૃપિયાના વધારા સાથે 71 હજાર 630 રૃપિયા બોલાઇ રહ્યો છે.

    તો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 730 રૃપિયાના વધારા સાથે 82 હજાર 605 રૃપિયા બોલાઇ રહ્યો છે. તો બ્રેંટ ક્રૂડ ઓઇલવના ભાવમાં આગઝરતી તેજી જોવા મળતા ક્રૂડ ઓઇલનો ભાવ બેરલદીઠ 90 ડોલરને પાર પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply