સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 321 અંકના વધારા સાથે 82,365 પર બંધ થયો
Live TV
-
અઠવાડિયાના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક 321 અંકના વધારા સાથે 82 હજાર 365ની નવી ઉંચાઇએ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 83 અંકના વધારા સાથે 25 હજાર 235ની સપાટીએ બંધ થયો હતો. શેરબજારે ખૂલતા બજારે સારી શરૂઆત કર્યા બાદ તમામ સેક્ટરમાં ગ્રીન ઝોનમાં વેપાર થયો હતો અને બેંક નિફ્ટીથી માંડીને પીએસયૂ બેંકના શેરમાં પણ મજબૂતી નોંધાઈ હતી.
સોના ચાંદીના ભાવમાં આજે નજીવો ઘટાડો જોવા મળ્યો હતો . શરાફા બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 26 રૂપિયા ઘટતા 85, 046 રૂપિયા તથા સોનાનો ભાવ 71 હજાર 869 રૂપિયા રહ્યો હતો.