સેન્સેક્સ 611 પોઈન્ટ વધીને 81,698 પર બંધ થયો, નિફ્ટી187 પોઈન્ટના વધારા સાથે 25,000ને પાર
Live TV
-
26 ઓગસ્સોટ સોમવારના દિવસે સેન્સેક્સ 81,278 થી 81,824 ની રેન્જમાં અને નિફ્ટી 24,874 અને 25,043 ની રેન્જમાં ટ્રેડ થયો
સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 611 પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારા સાથે 81,698 પર અને નિફ્ટી 187 પોઈન્ટ અથવા 0.76 ટકાના વધારા સાથે 25,010 પર હતો.
દિવસ દરમિયાન, સેન્સેક્સ 81,278 થી 81,824 ની રેન્જમાં અને નિફ્ટી 24,874 અને 25,043 ની રેન્જમાં ટ્રેડ થયો હતો.
લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 375 પોઈન્ટ અથવા 0.64 ટકા વધીને 58,931 પર બંધ થયો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 53 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 19,132 પર બંધ થયો હતો.
આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ, એનર્જી, પ્રાઈવેટ બેન્ક અને ઈન્ફ્રા સૂચકાંકો સૌથી વધુ વધ્યા હતા. મીડિયા અને PSU બેન્ક ઈન્ડેક્સ પર દબાણ હતું.
HCL ટેક, NTPC, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, JSW સ્ટીલ, ટાઇટન, વિપ્રો, M&M અને L&T સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર હતા. મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, નેસ્લે, સન ફાર્મા, એચયુએલ, ઇન્ડસઇન્ડ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર હતા.
શુક્રવારે અમેરિકન શેરબજારમાં આવેલા ઉછાળાને કારણે બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ ફેડના ચેરમેને વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ યુએસ બજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. આ પછી યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી. તેની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. આ ઓલ ટાઈમ હાઈની નજીક બંધ થઈ ગયા છે. આકર્ષક વેલ્યુએશનને કારણે મિડકેપ અને સ્મોલકેપ કરતાં લાર્જકેપમાં વધુ ખરીદી જોવા મળી છે.