હોળી પહેલા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ 74,000 ના સ્તરથી ઉપર
Live TV
-
ફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 22 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા
આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત રહી, પરંતુ બજાર ખુલતાની સાથે જ વેચાણનું દબાણ વધ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઘટાડો થયો. ટ્રેડિંગના પહેલા કલાક પછી, સેન્સેક્સ 0.35 ટકાના વધારા સાથે અને નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો
શરૂઆતના કલાકના ટ્રેડિંગ પછી શેરબજારના ONGC, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1.97 ટકાથી 0.63 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. બીજી તરફ શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, આઇટીસી અને એપોલો હોસ્પિટલના શેર 1.28 ટકાથી 0.74 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. અત્યાર સુધી, શેરબજારમાં 2,380 શેર સક્રિય રીતે ટ્રેડ થઈ રહ્યા હતા.
ફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 22 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા
તેમાંથી 1,345 શેર નફા સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 1,035 શેર નુકસાન સાથે લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તેવી જ રીતે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરમાંથી 23 શેર ખરીદીના ટેકા સાથે ગ્રીન ઝોનમાં રહ્યા. બીજી તરફ વેચાણના દબાણને કારણે 7 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 28 શેર લીલા નિશાનમાં અને 22 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
સેન્સેક્સ 260.58 પોઈન્ટના વધારા સાથે ટ્રે઼ડ થતો જોવા મળી રહ્યો
આજે BSE સેન્સેક્સ 362.78 પોઈન્ટના વધારા સાથે 74,392.54 પોઈન્ટના સ્તરે ખુલ્યો. બજારમાં સતત ખરીદી અને વેચાણ વચ્ચે પ્રથમ 1 કલાકના ટ્રેડિંગ પછી સેન્સેક્સ 260.58 પોઈન્ટના વધારા સાથે 74,290.34 પોઈન્ટના સ્તરે જોવા મળ્યો હતો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટીએ પણ આજે 70 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો અને 22,541.50 પોઈન્ટના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. બજારમાં સતત ખરીદી અને વેચાણ વચ્ચે શરૂઆતના 1 કલાકના ટ્રેડિંગ પછી નિફ્ટી 69.65 પોઈન્ટના વધારા સાથે 22,540.15 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.