'અંદાજ અપના અપના' સિનેમાઘરોમાં પાછી આવી રહી છે.
Live TV
-
'અંદાજ અપના અપના' 25 એપ્રિલ 2025 ના રોજ, સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.
રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત 'અંદાજ અપના અપના' હિન્દી સિનેમાની સૌથી યાદગાર અને મનોરંજક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ 4 નવેમ્બર 1994ના રોજ, સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દર્શકો દ્વારા તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાનની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.હવે આ આઇકોનિક કોમેડી ફિલ્મ 'અંદાઝ અપના અપના' વિશે ચાહકો માટે મોટા સમાચાર છે. 31 વર્ષ પછી, આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, 'અંદાજ અપના અપના' 25 એપ્રિલ 2025 ના રોજ, સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. આ દિવસે, ઇમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો' પણ રિલીઝ થઈ રહી છે.
આવી સ્થિતિમાં, બંને ફિલ્મો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 'અંદાજ અપના અપના'નું ટ્રેલર 1 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થશે.જે દર્શકોનો ઉત્સાહ વધુ વધારશે. આમિર ખાન અને સલમાન ખાનની આઇકોનિક ફિલ્મ 'અંદાજ અપના અપના'માં ફક્ત આ બે સુપરસ્ટાર જ નહોતા, પરંતુ રવિના ટંડન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ અને શક્તિ કપૂર જેવા શક્તિશાળી કલાકારોએ પણ, મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 5.30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને હજુ પણ તેને બોલિવૂડની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. જો તમે આ ક્લાસિક ફિલ્મ ફરીથી જોવા માંગતા હો, તો તમે તેને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો. વિનય કુમાર સિંહા દ્વારા નિર્મિત, આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે તેની વાર્તા દિલીપ શુક્લા અને સંતોષીએ સાથે મળીને લખી હતી.