એ.આર. રહેમાનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
Live TV
-
રિપોર્ટ અનુસાર,’પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન વિદેશથી પરત ફર્યા બાદ અચાનક અસ્વસ્થતા અનુભવવા લાગ્યાહતા.જેના કારણે તેમને ગઈકાલે રાત્રે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’ અહેવાલો અનુસાર, ‘એ.આર. રહેમાનની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે.
દિગ્ગજ સંગીતકાર અને ગાયક એઆર રહેમાન સાથે, સંબંધિત એક સમાચાર તેમના ચાહકોને ચિંતામાં મૂકી શકે છે. એ.આર. રહેમાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં, ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અત્યાર સુધી ગાયકની ટીમ કે પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર,’પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન વિદેશથી પરત ફર્યા બાદ અચાનક અસ્વસ્થતા અનુભવવા લાગ્યાહતા.જેના કારણે તેમને ગઈકાલે રાત્રે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’ અહેવાલો અનુસાર, ‘એ.આર. રહેમાનની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે. રમઝાનના ઉપવાસ પણ કરી રહ્યા હોવાથી, તેમને ડિહાઇડ્રેશનના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.’ હાલમાં, ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને પણ મેડિકલ ઇમરજન્સીના કારણે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તેમની સર્જરી પછી, તેમણે એ.આર.રહેમાનનો તેમના સમર્થન બદલ આભાર માન્યો.
એ.આર. રહેમાને 1992માં મણિરત્નમની ફિલ્મ 'રોજા'થી સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ તમિલ સિનેમાની પહેલી ફિલ્મ હતી. જેના ગીતો હિન્દીમાં ડબ કરવામાં આવ્યા હતા અને ખૂબ જ સફળ રહ્યા હતા. રહેમાનને તેમની પહેલી જ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો અને ખૂબ જ ઓછા સમયમાં તેમના સંગીતનો જાદુ આખી દુનિયામાં ફેલાઈ ગયો. તેમના પ્રખ્યાત ગીતોમાં 'રમતા જોગી', 'છોટી સી આશા', 'જય હો', 'કુન ફયા કુન', 'યું હી ચલા ચલ રાહી' અને બીજા ઘણા બધા ગીતોનો સમાવેશ થાય છે.
એ.આર. રહેમાનને 13૦ થી વધુ પુરસ્કારો મળ્યા છે.જેમાં સંગીત ક્ષેત્રે 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો સમાવેશ થાય છે. 2009 માં, તેમને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માટે શ્રેષ્ઠ મૂળ ગીત અને શ્રેષ્ઠ મૂળ સ્કોર માટે, પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો. રહેમાને 2 ગ્રેમી એવોર્ડ્સ, 1 બાફ્ટા એવોર્ડ, 1 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, 15 ફિલ્મફેર એવોર્ડ્સ, 17 સાઉથ ફિલ્મફેર એવોર્ડ્સ અને અન્ય ઘણા સન્માનો જીત્યા છે. આ ઉપરાંત, ભારત સરકારે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે.