કિંગ ખાન શાહરૂખનો આજે 58મો જન્મદિવસ, ડંકીનું ટીઝર થયું રીલિઝ
Live TV
-
કિંગ ખાન શાહરૂખનો આજે 58મો જન્મદિવસ, ડંકીનું ટીઝર થયું રીલિઝ
આજે અભિનેતા શાહરૂખ ખાનનો 58મો જન્મદિવસ છે. કિંગ ખાન ફક્ત બોલિવૂડ એક્ટર જ નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે પણ પ્રખ્યાત છે અને વિશ્વભરમાં તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તો કિંગ ખાનનો બર્થ-ડે તેમના ચાહકો માટે વધુ ખાસ બની ગયો છે. કારણ કે આજના દિવસે શાહરૂખની આવનારી ફિલ્મ ડંકીનું ટિઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ 1 મિનિટ 48 સેકેન્ડના વીડિયોને મેકર્સે ટીઝરની જગ્યાએ ડ્રોપ-1 નામ આપ્યું છે.
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ શાહરૂખ સાથે લીડ રોલમાં છે. ફિલ્મમાં દિયા મિર્ઝા, ધર્મેન્દ્ર, બોમન ઈરાની, સતીશ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કાજોલ અને વિકી કૌશલ કેમિયો રોલમાં જોવા મળશે.