ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાયો ગુજરાતી ફિલ્મ એવોર્ડ વિતરણ સમારંભ, વર્ષ 2013-14, 2014-15 અને 2015-16 માટે બે યાર, પ્રેમજી અને હુતુતુતુને બેસ્ટ ફિલ્મના અવોર્ડ, તો બેસ્ટ એકટર તરીકે પ્રતિક ગાંધી તથા પ્રિયલ ઓબેરોયને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. ગાંધીનગર સ્વર્ણીમ સંકુલમાં, ગુજરાતી ચલચિત્ર રાજ્ય પારતોષિક વિતરણ સમારંભ યોજાઈ ગયો. જેમાં વર્ષ 2013-14 અને 2015-16 માટેના એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમારંભમાં બેસ્ટ ફિલ્મ માટે બે યાર, પ્રેમજી અને હતુતુતુ ને એવોર્ડ મળ્યો હતો. બે યારને અલગ અલગ કેટેગરીમાં 14 એવોર્ડ મળ્યા હતા. તો સાથે જ પાર્શ્વ ગાયકોમાં કિર્તીદાન ગઠવી, પાર્થિવ ગોહિલ, ગોવિંદ ઠાકોરને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ અભિષેક જૈન, બેસ્ટ એકટર માટે બે યારના પ્રતિક ગાંધી તથા બેસ્ટ એક્ટ્રેસ માટે પ્રિયલ ઓબેરોયને એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિની કુમાર, મનોરંજન કર કમિશનર ધીરજ કાકડીયા સહિત ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.