ગુજરાતી ફિલ્મ "ફાટી...ને..? " આવી રહી છે
Live TV
-
ગુજરાતી સિનેમા પણ વિશ્વમાં પોતાનું નામ બનાવી રહ્યું છે. અલગ અલગ વિષયો પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ આપણું સિનેમા સાબિત કરી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં પણ હવે હોરર સાથે કોમેડી ફિલ્મો આવી રહી છે. વચ્ચે 'કારખાનું ' ફિલ્મ આવી હતી.જે કોમેડી સાથે હોરર પણ હતી.
ત્યારે ગુજરાત સહિત દેશભરના સિનેમા ગૃહોમાં વધુ એક હોરર અને કોમેડી બનેલી ગુજરાતી ફિલ્મ "ફાટી...ને..? "આવી રહી છે. ફિલ્મની વાર્તા જોઈએ તો, મુખ્ય કલાકારોને એક રહસ્યમય હવેલીમાં પ્રવેશતા બતાવે છે, જ્યાં તેઓ આકાશ ઝાલા દ્વારા ભજવવામાં આવેલા ભૂતના પાત્રનો સામનો કરે છે. આ ફિલ્મમાં રોમાંચ અને અંધાધૂંધીમાં વધારે જોવા મળશે.ફિલ્મમાં એક વિચિત્ર દેખાતા બાબાનું પાત્ર બીજાને ખતરાથી બચાવવાનો પ્રયાસ કરે છે.
મુખ્ય એક્ટર હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી દર્શકોને એક સામાન્ય હોરર-કોમેડી કરતાં કંઇક વધુ મનોરંજન પુરૂં પાડશે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે એકસાથે સમગ્ર પરિવારને હસાવવા, ડરની સાથે સાથે ચીસો પાડવી અને આનંદ માણવા માટે થિયેટર સુધી ખેંચી જશે.આ ફિલ્મ બધા લોકોને છેલ્લે સુધી ઝાલી રાખશે.આ ફિલ્મ 31 જાન્યુઆરીએ સિનેમાગૃહોમાં આવશે.
ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લખવામાં આવી છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા ફિલ્મનું સમગ્ર શૂટિંગ ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.