Skip to main content
Settings Settings for Dark

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024 : ઓપેનહેઇમરે 5 જ્યારે બાર્બીએ 2 એવોર્ડ જીત્યા

Live TV

X
  • OTT પર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતાઓની સોમવારે સવારે ગોલ્ડન ગ્લોબ એવોર્ડની જાહેરાત કરવામાં આવી. વર્ષ 2024 ની શરૂઆત થતાં, વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. 81મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં, જાણીતા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહેઇમરે બેસ્ટ પિક્ચર સહિત 5 એવોર્ડ જીત્યા. કોમેડી-ડ્રામા સિરીઝ સક્સેશન એમ ચાર અલગ-અલગ કેટેગરીમાં ફિલ્મોએ એવોર્ડ જીત્યા છે.

    ઓપનહેઇમર : ક્રિસ્ટોફર નોલાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે આ વર્ષે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં 5 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા, જેમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મની વાર્તા વિશ્વના પ્રથમ પરમાણુ બોમ્બના નિર્માણ પર આધારિત છે. 

    બાર્બી : આ એક કાલ્પનિક કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન ગ્રેટા ગેર્વિગ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ બાર્બીએ આ વર્ષના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં 2 કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. આ ફિલ્મમાં માર્ગો રોબી અને રેયાન ગોસલિંગે મુખ્ય ભૂમિકા ભજવી છે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. 

    કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન : આ એક પશ્ચિમી ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે જે માર્ટિન સ્કોર્સીસના નિર્દેશનમાં બનાવવામાં આવી છે. લિલી ગ્લેડસ્ટોનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ મહિલા અભિનેતા મોશન પિક્ચર કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. 

    ધ ક્રાઉન : આ એક ઐતિહાસિક ડ્રામા વેબ સિરીઝ છે, જે રાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનકાળની વાર્તા પર આધારિત છે. ઓસ્ટ્રેલિયન અભિનેત્રી એલિઝાબેથ ડેબીકીને આ શ્રેણી માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં 2024 નો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે.

    સક્સેશન : જેસી આર્મસ્ટ્રોંગ દ્વારા બનાવવામાં આવેલ કોમેડી-ડ્રામા ટેલિવિઝન શ્રેણી છે. આ શોએ ચાર ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ ડ્રામા શ્રેણી અને ટેલિવિઝનમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સમાવેશ થાય છે.

    ધ બીયર : ક્રિસ્ટોફર સ્ટોરર દ્વારા બનાવવામાં આવેલ કોમેડી-ડ્રામા શ્રેણી છે. આયો અદેબીરને ટીવી સિરીઝ (મ્યુઝિકલ અથવા કૉમેડી)માં શ્રેષ્ઠ અભિનેત્રી સાથે શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી (મ્યુઝિકલ અથવા કૉમેડી) ની શ્રેણીઓમાં આ વર્ષના ગોલ્ડન ગ્લોબ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

    બીફ : આ એક કોમેડી-ડ્રામા શ્રેણી છે, જેને કોરિયન દિગ્દર્શક લી સુંગ જિન દ્વારા બનાવવામાં આવી છે. તેણે શ્રેષ્ઠ લિમિટેડ સિરીઝ (એન્થોલોજી સિરીઝ અથવા ટેલિવિઝનમાં મોશન પિક્ચર) માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply