ગોવામાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું આજે સમાપન
Live TV
-
ગોવામાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું આજે સમાપન, ગોલ્ડન પીકોક એવોર્ડની કરાશે જાહેરાત
ગોવામાં ચાલી રહેલા 54માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું આજે સમાપન થશે. જેમાં આજે ફ્રાંસિસિ ફિલ્મ 'એન્ડ-લેસ સમર સિન્ડ્રોમ'નું એશિયન પ્રીમિયર યોજાશે. આ સાથે ગોલ્ડન પીકોક પુરસ્કારની જાહેરાત અને એનાયત કરવામાં આવશે. અમેરિકી અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઈકલ ડગ્લાસને સમાપન સમારોહમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. માઈકલ ડગ્લાસે ફિલ્મ નિર્માણ અને નાણાં ક્ષેત્રે પ્રધાનમંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી છે. માઈકલ ડગ્લાસે પ્રધાનમંત્રી મોદીના કુશળ નેતૃત્વ અંગે કહ્યું કે, ભારતની કમાન એક ઉત્કૃષ્ટ વ્યક્તિ પાસે છે.