Skip to main content
Settings Settings for Dark

મશહૂર ગાયક પંકજ ઉધાસનું મુંબઈમાં નિધન

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયક પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

    જાણીતા ગાયક પંકજ ઉધાસનું ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની ઉંમર 73 વર્ષ હતી. તેમની પુત્રી નયાબે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. પંકજ ઉધાસની પ્રખ્યાત ગઝલોમાં 'ચિઠ્ઠી આયી હૈ, ના કજરે કી ધાર, ચાંદી જેસા રંગ, એક તરફ હમારા ઘર અને આહિસ્તા'નો સમાવેશ થાય છે. પંકજ ઉધાસ તેમના મધુર અવાજ માટે જાણીતા છે. તેમના પરિવારમાં તેમની પત્ની ફરીદા, દિકરીઓ નાયબ અને રેવા, તેમના ભાઈઓ નિર્મલ અને મનહર ઉધાસ છે. તે બધા ગાયકો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયક પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે; "પંકજ ઉધાસની ગાયકી અનેક લાગણીઓને વ્યક્ત કરે છે અને તેમની ગઝલો હૃદયને સ્પર્શે છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, "તેઓ ભારતીય સંગીતના દીવાદાંડી હતા અને તેમના નિધનથી સંગીત જગતમાં એક ખાલીપો પડી ગયો છે જે ક્યારેય પુરી ન શકાય."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply