Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 'ખીચડી 2' ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટેરાના NY સિનેમા થિયેટર ખાતે ખીચડી 2 ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ ફિલ્મના કલાકારો, પ્રોડક્શન ટીમ અને ફિલ્મરસિકો સાથે પ્રીમિયર નિહાળ્યું તથા ખીચડી ફિલ્મની ટીમને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય ખીચડી ધારાવાહિક તેના રમૂજી પાત્રો અને તેની આગવી રમૂજી શૈલીના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ જ કલાકારો અને પાત્રોને લઈને ખીચડી 2 ફિલ્મ બનાવવામાં આવી છે.

    આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, નિવાસી અધિક કલેક્ટર સુધીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply