સંધ્યા થિયેટર કેસ : 'પુષ્પા'ની સવારે ધરપકડ, બપોર બાદ જામીન
Live TV
-
લંગાણા હાઈકોર્ટે શુક્રવારે હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. આજે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. આજે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ કેસમાં, પોલીસે સવારે અભિનેતાની ધરપકડ કરી અને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તેને ચંચલગુડા જેલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેલંગાણા હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા.
અલ્લુ અર્જુનના ચાહકોએ આ સમાચારથી રાહતનો શ્વાસ લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.'પુષ્પા 2'ની જબરદસ્ત સફળતાનો આનંદ માણી રહેલા સુપરસ્ટારને સવારે ધરપકડ બાદ નામપલ્લી ક્રિમિનલ કોર્ટ સંકુલમાં નવમા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. અભિનેતા પર કોઈપણ માહિતી આપ્યા વિના થિયેટર સુધી પહોંચવાનો આરોપ છે. તેને જોતાં જ મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી.નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મહિલાનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 3(5) અને 105 , 118(1) હેઠળ કેસ નોંધ્યો છે. અભિનેતાને કલમ 105 હેઠળ ત્રણ વર્ષ સુધીની અને કલમ 118 હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.અલ્લુ અર્જુન આ ફરિયાદ રદ કરાવવાના ઈરાદે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 11 ડિસેમ્બરે, તેણે ચિક્કડપલ્લી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવા માટે અરજી કરી હતી, પરંતુ તેને કોઈ રાહત મળી ન હતી.
આ મામલે અલ્લુ અર્જુનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મહિલાનું મૃત્યુ દુઃખદ છે.અભિનેતાના કહેવા પ્રમાણે, "ફિલ્મ રીલિઝ થવા પર થિયેટરમાં આવવું સ્વાભાવિક છે. તે પહેલા પણ ઘણી વખત થિયેટર પર આવી ચૂક્યો છે, પરંતુ આવી ઘટના ક્યારેય બની નથી."અલ્લુ અર્જુને X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટના માટે ખેદ છે. આ મુશ્કેલ સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. આ મુશ્કેલ પ્રવાસમાંથી પસાર થવા માટે હું તેમને શક્ય તેટલી બધી મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
અલ્લુએ 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.