સાઉથ એશિયન ફેસ્ટિવલમાં 6 દેશની 51 યુનિવર્સિટીના વિધાર્થીઓ થયો સામેલ
Live TV
-
5 દિવસના સોફેસ્ટ-2018માં 309 જેટલા કલાકારોએ સાંસ્કૃતિક કલા-મહોત્સવ ઉજવ્યો.
ગણપત યુનિવર્સિટીમાં 2 માર્ચથી 6 માર્ચ સુધીમામાં પાંચ દિવસીય સાઉથ એશિયન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ,
ભૂતાન, નેપાલ, શ્રીલંકા અને ભારત સહિત 6 દેશના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. 6 દેશોમાંથી કુલ 51 યુનિવર્સિટીના 309 જેટલા કલાકારોએ સાંસ્કૃતિક
કલા-મહોત્સવ 2018માં ભાગ લીધો હતો.વિધાર્થીઓએ લાઇટ વોકલ, કલાસિકલ ડાન્સ, ફોક ડાન્સ, ફોક ઓરકેસ્ટ્રા, ઇસોકયુશન, કલે મોડેલિંગ અને પોસ્ટર મેકિંગ જેવી વિવિધ કલાની પ્રસ્તુતી કરવામા આવી હતી. સાઉથ એશિયાના વિધાર્થીઓમાં પ્રેમ, એકતા અને સામાજિક સંવાદિતા સ્થાપવા એક અનેરૂ પગલુ ભરવામાં આવ્યુ હતું.જેમાં તમામ વિધાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઇને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ હતું.