'I'M NOT A ROBOT'ને મળ્યો ઓસ્કાર
Live TV
-
અમેરિકાના લોસ એન્જલસમાં 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારના વિજેતાઓની જાહેરાત થઈ જેમાં શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતની નોમિનેટેડ ફિલ્મ 'અનુજા' એવોર્ડ મેળવવાથી ચૂકી ગઈ. આ શ્રેણીમાં 'આઈ એમ નોટ અ રોબોટ' ફિલ્મને એવોર્ડ મળ્યો છે. પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગાએ સહ-નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન એડમ જે ગ્રેવ્સે કરવામાં આવ્યું છે.
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં શોર્ટ ફિલ્મ હતી 'અનુજા'
97માં ઓસ્કારમાં લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતની ટૂંકી ફિલ્મ 'અનુજા'નો સમાવેશ થયો હતો. જોકે, અનુજાના સપના ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે ડચ ફિલ્મ નિર્માતા વિક્ટોરિયા વોર્મરડેમ અને નિર્માતા ટ્રેન્ટની ફિલ્મ 'આઈ એમ નોટ અ રોબોટ' ને બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. એડમ જે. ગ્રેવ્સ અને સુચિત્રા મટ્ટાઈએ દિગ્દર્શિત 'અનુજા' એ ઓસ્કારમાં 'એ લિનન', 'આઈ એમ નોટ અ રોબોટ', 'ધ લાસ્ટ રેન્જર' અને 'ધ મેન હુ કુડ નોટ રિમેઈન સાયલન્ટ' સાથે સ્પર્ધા કરી હતી, જેમાંથી 'આઈ એમ નોટ અ રોબોટ' જીતી હતી.આ વખતે ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન કોમેડિયન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે. આ એવોર્ડ્સ 2 માર્ચ 2025નાં રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયા હતા, જેનું ભારતમાં ટેલિકાસ્ટ 3 માર્ચે સવારે 5.30 વાગ્યે શરૂ થયું છે.
ફિલ્મમાં 9 વર્ષની બાળકી અનુજાની વાર્તા સુંદર રીતે દર્શાવાઈ
'અનુજા' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ નવ વર્ષની છોકરી, અનુજાની વાર્તાને સુંદર રીતે દર્શાવે છે, જેને શિક્ષણ અને તેની બહેન સાથે ફેક્ટરીમાં કામ કરવા વચ્ચે પસંદગી કરવાની હોય છે. આ ફિલ્મમાં સજદા પઠાણ અને અનન્યા શાનબાગ મુખ્ય ભૂમિકામાં છે. તેનું નિર્માણ સલામ બાલક ટ્રસ્ટ (SBT) ના સહયોગથી કરવામાં આવ્યું છે.સલામ બાલક ટ્રસ્ટની સ્થાપના ફિલ્મ નિર્માતા મીરા નાયરના પરિવાર દ્વારા કરવામાં આવી છે. તે એક બિન-લાભકારી સંસ્થા છે જેની સ્થાપના શેરીઓમાં રહેતા અને કામ કરતા બાળકોને ટેકો આપવા માટે કરવામાં આવી છે. SBTની સાથે, શાઇન ગ્લોબલ અને કૃષ્ણા નાઈક ફિલ્મ્સ પણ તેમાં સામેલ છે.