Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 08-06-2018

Live TV

X
Gujarati

1.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ચીનની 2 દિવસીય યાત્રા પર જશે. શાંઘાઇ સહયોગ સંગઠનના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 18મી બેઠકમાં લેશે ભાગ. સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જીંન પીંગ સાથે પણ કરશે દ્વિપક્ષીય વાતચીત.

2.ગૃહમંત્રી રાજનાથસિંહના જમ્મુ-કાશ્મીરના પ્રવાસનો બીજો દિવસ - પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય તેમજ સીમાવર્તી ક્ષેત્રમાં પાંચ બુલેટપ્રૂફ એમ્બ્યુલન્સ સહિત સીમા પર 14 હજારથી વધુ બંકર બનાવવાની કરી જાહેરાત. વિસ્થાપિત કાશ્મીરીઓ માટે રોકડ સહાય રકમ વધારીને 13000 રૂપિયા કરવાની પણ કરી જાહેરાત.

3.વડોદરામાં રૂપાણી સરકારના ચિંતન શિબિરમાં ખેતી ક્ષેત્રે સંભાવનાઓ અંગે થઈ ચર્ચા.ગોચરના વિકાસના સરકારના પ્રયાસો રંગ લાવ્યા હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ.રાજ્ય સરકારે ખેતી અને પશુપાલનના વિકાસ માટે અંદાજપત્રમાં સારી જોગવાઈ કરી ખેડૂતોના બાવડામાં બળ પૂર્યું છે તેમ કૃષિ મંત્રી આર. સી.ફળદુએ જણાવ્યું.

4. ગુજરાતનો પ્લાસ્ટિક સામે જંગ જારી - પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધ પછી જામનગરમાં બીજા દિવસે પણ દરોડા ચાલુ. તો બીજી તરફ પ્લાસ્ટિકનું વિનાશક રૂપ સુરતમાં આવ્યું સામે.પાંજરાપોળના સંચાલકોએ મૃત ગાયોનું પૉસ્ટમૉર્ટમ કરાવતાં મોટા પ્રમાણમાં મળી આવ્યો પ્લાસ્ટિકનો જથ્થો.જીવિત ગાયો પર ઓપરેશન કરી બહાર કઢાયું પ્લાસ્ટિક

5.અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી એપ્રન્ટિસ યોજના હેઠળ કરાયું મેગા જોબ ફેરનું આયોજન.વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લીધો ભાગ.અનેક કંપનીઓના અધિકારીઓ પણ હાજર રહ્યા.રાજ્યમાં રોજગારીની ઉભરી રહી છે નવી તકો

6.ઉનાળાના તાપનો પ્રકોપ પડ્યો તાપી ઉપર - દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદીના ઉકાઈ બંધમાં ઘટી જળસપાટી - સિંચાઇ માટે તબક્કાવાર નહી મળે પાણી - પીવાના પાણીનો પુરવઠો રહેશે ચાલુ

7. મોદી સરકારનાં ચાર વર્ષમાં પલટાઇ રેલવેની સુરત - સ્વચ્છતાના પ્રયાસોથી ચમક્યા સ્ટેશનો - તો ડિજીટાઇઝેશનથી બચ્યો સમય - સ્ત્રીઓને મળી સેનેટરી નેપકિન્સની સુવિધા. - તો સૌર ઉર્જાથી ઉર્જાવાન બન્યા સ્ટેશનો

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
apply