Skip to main content
Settings Settings for Dark

Gujarat | Paralympic | Tokyo2020 | National | Corona | Morning News | 25-08-2021

Live TV

X
Gujarati

1. અફઘાનિસ્તાનની સ્થિતિ પર વિશ્વના દેશોનું મંથન યથાવત. G-7ની બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને નવી સરકારની સાથે  વાટાઘાટો કરવાની સ્પષ્ટ નીતિ સાથે પાંચ મુદ્દા પર બની સમજૂતિ...  તો UNHRC બેઠકમાં ઉચ્ચાયુક્ત મિશેલ બેસલેટે કહ્યું, અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમારી સતત નજર.

2. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પરત બોલાવવાની નક્કી સમય મર્યાદાને વધારવાનો કર્યો ઈન્કાર. બાઈડેન સરકારે  કહ્યું સંક્ટગ્રસ્ત વિસ્તારમાંથી અમેરિકાના નાગરિકો અને પીડિત અફઘાન નાગરિકોને કાઢીશું બહાર.

3. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેને મળી મોટી રાહત. મહાડની કોર્ટે રાણેને આપ્યાં જામીન. નારાયણ રાણે સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવાનો હતો આરોપ.

4. દેશની પ્રથમ MRNA આધારિત  વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને મળી લીલી ઝંડી... તો અત્યાર સુધીમાં દેશમાં 59 કરોડ 47 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન. જ્યારે હવેથી રસીનો સ્લોટ વ્હોટસેપના માધ્યમથી પણ બુક કરાવી શકાશે. બીજી તરફ  આરોગ્ય મંત્રાલયની ટેલી મેડિસિન સેવા સંજીવનીએ પૂર્ણ કર્યા એક કરોડ પરામર્શ.

5. રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા, તો  કોરોનાથી એકનું પણ મૃત્યુ નહીં.... રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 160 થઈ... મંગળવારે  4 લાખ 63 હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ...

6. રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય. 30 ઓગસ્ટે,જન્માષ્ટમીના પર્વે એક દિવસ પુરતો રહેશે 8 મહાનગરમાં એક વાગ્યાથી રાત્રિ કર્ફયૂ. તો મંદિર પરિસરમાં એક સાથે ર૦૦ લોકોને દર્શનની છૂટ. જ્યારે સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની અને ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની કરી શકાશે સ્થાપના.

7. નવી શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષકોની ગુણવત્તાના સ્તરને સુધારવાના હેતુથી રાજ્યમાં હાથ ધરાયું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ... રાજ્યના 57 હજારથી વધુ શિક્ષકો બન્યાં સહભાગી... તો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને પાઠવ્યા અભિનંદન...કહ્યું , દેશના કોઈપણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આ પ્રકારે  કદી નથી થયું સર્વેક્ષણ..

8. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો આજથી લીડ્સમાં થશે શરૂ..., સિરીઝમાં ભારત છે 1-0 થી આગળ... ભારતીય સમય પ્રમાણે બપોરે સાડા ત્રણ વાગે મેચ થશે શરૂ...

9. ટોકિયો પેરાલિમ્પિકમાં આજે ગુજરાતની બે દિકરીઓ બતાવશે પોતાનું કૌવત... મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સ-થ્રીમાં  સોનલ પટેલ કરશે ભારતનું પ્રતિનિધિત્વ... તો ભાવના પટેલ મહિલાઓની ટેબલ ટેનિસના સિંગલ્સ ક્લાસ-4ની સ્પર્ધામાં લેશે ભાગ... 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply