અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું
Live TV
-
રાજ્સ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાના આર્શીવાદ લેવા આવ્યા.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. માઈ ભક્તોએ હોમ હવન, નવચંડી યજ્ઞ, પાવડી પુજા સાથે યંત્ર પુજા કરી ઘન્યતાનો અનુભવ કર્યો હતો. ઉપરાંત દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ પોતાની સાથે લાવેલી ધજાનું ધ્વાજારોહણ મંદીરના શિખરે કરતા નજરે પડ્યા હતા. પડોશી રાજ્ય રાજ્સ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ દિવસોમાં માતાના આર્શીવાદ લેવા આવતા હોય છે. નવરાત્રીના દિવસોમાં અંબાજીના રસ્તા માડીના ભજન અને નારાથી ગુજતા હોય છે. માઈ ભક્તોને માતા પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રેમ દાખવે છે. અમદાવાદના એક માઇ ભક્ત દ્વારા મંદિરને 5 કિલો સોનાનું દાન આપવામાં આવ્યું હતું.