અમદાવાદમાં આવાસ યોજનાનો વ્યાપ: હજારો પરિવારોને મળશે પોતાનું ઘર
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્થિક રીતે નબળા (EWS) અને ઓછી આવક ધરાવતા (LIG) પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ યોજના હેઠળ EWS-I કેટેગરીમાં 21,056 આવાસોનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે 10,431 આવાસો પર કામ ચાલુ છે. EWS-I હેઠળ આવાસની કિંમત રૂ. 3.30 લાખ નક્કી કરવામાં આવી છે.આ અંતર્ગત 50,000 આવાસો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 23,958 આવાસોના ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંજૂરી માટે સરકારને મોકલી દેવાયા છે.નવા આવાસોમાં પીએનજી ગેસ લાઈન, લિફ્ટ, 24 કલાક પાણી, સોલાર પેનલ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.ઈ-ડબલ્યુ-એસ (EWS) આવાસો માટે લાભાર્થીઓએ www.ahmedabadcity.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓળખના પુરાવા માટે [પુરાવાનું નામ Omitted], પાનકાર્ડ, રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ/ટેક્સ બિલ), રેશનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) સાથે રાખવું.આવાસોની ફાળવણી કોમ્પ્યુટરાઈઝડ 'ડ્રો' સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.અત્યાર સુધીમાં કુલ 27,955 લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી છે. EWS આવાસો માટે ઓનલાઈન અરજી સાથે રૂ. 7,550 ની ડિપોઝિટ ભરવાની રહેશે. બાકીની રકમ હપ્તેથી ચૂકવવાની સુવિધા આપવામાં આવી છે.
