અમદાવાદ કોર્ટે આપેલ ગૌહત્યા કેસના ચુકાદા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
Live TV
-
અમે ગૌરક્ષા માટે મજબૂતીથી ઊભા છીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગઈકાલે અમદાવા કોર્ટે આપેલ ગૌ હત્યા કેસના ચૂકાદા મુદ્દે ગૃહરાજ્યમંત્રીની પ્રતિક્રિયા - કહ્યું, અમે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ -ગુજરાત પોલીસ અને કાયદા વિભાગને ગૃહરાજ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના સત્ર બાદ મહત્વની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગૌહત્યા પ્રતિબંધનો કાયદો લાવનાર ગુજરાત સરકાર દેશમાં પ્રથમ છે.
હર્ષ સંધવીએ કહ્યું હતું કે, ગૌહત્યા કરનારા તત્વોને સજા અપાવવા તમામ કેસોનું ફોલો-અપ કરવામાં આવી રહ્યું છે. આ મહિનામાં ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌહત્યા કરનારા બે હત્યારાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી માટે ગુજરાત પોલીસ અને કાયદા વિભાગને ગૃહ રાજ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.