Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટના ભાડાની ચુકવણી માટે QR કોડની સુવિધા

Live TV

X
  • આ નવી શરૂઆત હેઠળ QR કોડ-ડિજિટલ માધ્યમને અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો જેમાં અમદાવાદ, મણીનગર, અસારવા તથા વટવા સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટની ચુકવણી સ્વીકાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે

    પશ્વિમ રેલવેના અમદાવાદ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર ટિકિટ ભાડાની ચુકવણી કરવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ તથા રેલવે બોર્ડના નિર્દેશ પર અમદાવાદ મંડળના તમામ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ ડિવાઈસ લગાવવાનું કામ પ્રગતિ પર છે.આ નવી શરૂઆત હેઠળ QR કોડ-ડિજિટલ માધ્યમને અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો જેમાં અમદાવાદ, મણીનગર, અસારવા તથા વટવા સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર ક્યૂઆર કોડ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટની ચુકવણી સ્વીકાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે તથા મંડળના અન્ય તમામ સ્ટેશનો પર પણ અનરિઝર્વ્ડ તથા રિઝર્વ્ડ કાઉન્ટરો પર વહેલી તકે ક્યૂઆર કોડના માધ્યમથી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

            રેલવે યાત્રીઓને હવે ટિકિટ ભાડું ચુકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM (QR કોડની સુવિધા સહિત), POS અને UPI જેવા ડિજિટલ ચુકવણીના વિવિધ વિકલ્પો પહેલાથી ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી સિસ્ટમને વધુ ઉપયોગી અને સુગમ બનાવવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળે આનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી સિસ્ટમ QR કોડ મારફતે ટિકિટ ભાડાની ચુકવણી કરવા માટે યાત્રીઓને વધારે સુગમતા પ્રદાન કરશે. આની મારફતે કોઈપણ યાત્રી વગર કોઈ મૂશ્કેલી વગર અને સરળતાથી પોતાના ટિકિટ ભાડાની ચુકવણી કરી શકે છે.આ પ્રયાસ રેલવે યાત્રીઓને વધારે સુવિધાજનક અને સુગમ યાત્રાનો અનુભવ કરાવવા માટે એક પ્રોત્સાહન છે અને આની મારફતે ડિજિટલ ચુકવણી માટે સરળ અને સુરક્ષિત વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply