કચ્છ સ્ટેટના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે ભુજંગ દેવની પૂજન વિધિ કરવામાં આવી
Live TV
-
કચ્છ સ્ટેટના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે ભુજંગ દેવની પૂજન વિધિ કરવામાં આવી
કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે. કચ્છમાં આજે પણ રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા યથાવત રહી છે. આવી જ અનોખી ભુજીયા ડુંગર ઉપર આવેલ ભુજંગ દેવની પૂજન વિધિની પરંપરા રાજાશાહી સમયથી ચાલી રહી છે. કચ્છ સ્ટેટના કુવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે ભુજંગ દેવ ની પૂજન વિધિ અને નાગ પંચમીના પરંપરાગત લોકમેળ અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કચ્છના પાટનગર જણાવતા ભુજ ખાતે ભુજીયો ડુંગર તેમજ રાજાશાહી સમયના ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ભુજનું નામ ભુજીયા ડુંગર ઉપરથી પડ્યા હોવાનું ઇતિહાસકારોનું માનવું છે. રાજાશાહી સમયમાં કચ્છ પર સતત આક્રમણ થતા હતા. તે સમયે અમદાવાદના મહારાજા શેર બુલંદ ખાને 50000 ના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી. જેમાં નાગાબાવાની જમાતે યુદ્ધમાં ભુજનારાજાને સહયોગ આપ્યો હતો અને આ યુદ્ધમાં શેર બુલંદ ખાન ને યુદ્ધમાં હરાવ્યો હતો અને કચ્છનો વિજય થયો હતો. આ વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમના દિવસે થયો હતો.
આ દિવસે મહારાજ દેસર્જી શાહી સવારી લઈને ભુજીયા ડુંગર પર આવ્યા હતા અને ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજા કરી હતી. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજાશાહીના સમયથી ચાલી રહેલી પરંપરા આજે પણ યથાવત રહી છે. મહારાજાના સમયમાં ભુજના દરબારગઢમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળતી હતી અને ભુજીયા ડુંગર પર જતી હતી. આ પરંપરા મુજબ ભુજના દરબારગઢના કુંવર ઇન્દ્ર વિજય સિંહ જાડેજાના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજવી પરિવાર ભુજીયા ડુંગર પર જઈને ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજન વિધિ કરી હતી. સાથે જ દર વર્ષની જેમ રાજવી પરિવાર દ્વારા પૂજા વિધિ કરીને લોકમેળો ખુલ્લો મુક્યો હતો.