Skip to main content
Settings Settings for Dark

ખેડાના નડિયાદ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં નિકળી વિકસિત ભારત સંકલ્પ યાત્રા

Live TV

X
  • નડિયાદ તાલુકાના વડતાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી હતી.

    નડિયાદ તાલુકાના વડતાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી હતી, જેમાં દિલ્હી મેડિકલ એજ્યૂકેશનના જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર વિપુલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ અવસરે, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું..તો, વડતાલ ગ્રામ પંચાયતને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા બદલ સરપંચનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું..

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાળી ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળી હતી. આ અવસરે, જગદીશભાઈ મકવાણાએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રાના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.  ખેડૂતોની પડખે ઉભા રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવ્યા છે.વિકસિત ભારત સંકલ્ય યાત્રામાં પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો..જ્યારે, વિકસિત ભારત માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી..આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. સરકારની અલગ અલગ યોજનાઓ જેવી કે, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
apply