ગાંધીનગર : કરાઈ ગુજરાત પોલીસ એકેડમીના તાલીમાર્થીઓએ કર્યુ પ્લાઝમા ડોનેટ
Live TV
-
કોરોના સંક્રમિત થયેલા તાલીમાર્થીઓ પૈકી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 20 તાલીમાર્થીઓએ કર્યુ પ્લાઝમા ડોનેટ
દુર્ગેશ મહેતા, ગાંધીનગર : કોરોના સંક્રમિત થયા બાદ સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરી શકે છે..ગાંધીનગરના કરાઈ ખાતે આવેલ ગુજરાત પોલીસ એકડમીના તાલીમાર્થીઓ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું...રાજ્ય કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પોતાની ફરજ સાથે સાથે લોકોને ઉપયોગી થઈ શકે તે માટે કામગીરી કરી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 491 પોલીસ તાલીમાર્થીઓ પૈકી 30 તાલીમાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા તેમજ સંક્રમિત થયા તાલીમાર્થીઓ પૈકી 20 તાલીમાર્થીઓએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું..ગુજરાત પોલીસ એકડમીના પ્રિન્સિપાલ નરેન્દ્ર ચૌધરી, ગુજરાત પોલીસ એકેડમીના એસ.પી. હરેશ દૂધાત સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને તાલીમ કેન્દ્રના તબીબોના માર્ગદર્શન બાદ પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યુ હતુ..
શું છે પ્લાઝમા અને કોણ કરી શકે ડોનેટ?
માનવીનું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે.જે કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ થયા બાદ તેના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે એટલે તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે. અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી ચાર લોકોની સારવાર થઈ શકે છે. કોરોના નેગેટિવ આવ્યાના 28 દિવસથી ત્રણ મહિના સુધીમાં પ્લાઝ્મા ડોનેટ કરી શકાય છે.એટલે જ કરાઈ ખાતે તાલીમાર્થીઓએ પોતે તો પ્લાઝમા ડોનેટ કર્યુ જ ..પણ સૌને પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ પણ કરી..આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશુ તો અને તોજ આપણું ગુજરાત કોરોના મુકત ગુજરાત બની શકશે.
