ગાંધીનગર : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલોલમાં રોગ અટકાયતી પગલાં સંદર્ભે મીટીંગ યોજાઈ
Live TV
-
કલોલના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન રોગ અટકાયતી પગલાં ભરવા જિલ્લા કલેકટર મેહુલ દવેએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે પાણીના સુપર ક્લોરીનેશન ઉપરાંત તાત્કાલિક ધોરણે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે ખાસ સુચના આપી હતી.
આ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેની વિગતો આપવામાં આવી હતી. તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરએસ પેકેટના વિતરણ અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
આ બેઠક બાદ જિલ્લા કલેકટરે સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. કલેક્ટરે દર્દીઓને આપવામાં આવી રહેલી સારવાર સંદર્ભે પણ વિશેષ માહિતી મેળવી હતી.