Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચાંદીપુરાથી સંક્રમિત 14 બાળકોના મોત, કુલ 26 શંકાસ્પદ કેસો

Live TV

X
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. અરવલ્લીમાં ત્રણ જ્યારે સાબરકાંઠા, રાજકોટ અને મોરબી જિલ્લામાં 2-2 બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત  રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસના 26 શંકાસ્પદ કેસ છે, જેના રિપોર્ટ વધુ તપાસ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી અપાયા છે. 

    ચાંદીપુરના લક્ષણો શું હોય છે...
    • બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.

    સેન્ડ ફલાયથી થતાં રોગથી બચવા શું કરવું...
    • ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો-તિરાડને પુરાવી દેવી જોઈએ.

    • ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.

    • 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.

    • બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.

    મૃતક બાળકીના ઘરની આસપાસ 19 સેન્ડ ફ્લાય માખી મળી
    ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના મોત બાદ તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફુલાય નામની 19 માખીઓ મળી આવી છે. જ્યારે મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફુલાયુ માખીઓ મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સેન્ડ ફુલાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.

    કુલ 10 હજારથી વધુ ઘરોમાં સ્ક્રિનિંગ કરાયું
    ચાંદીપુરા વાયરસ વકરે નહીં માટે આરોગ્ય વિભાગ દ્વારા સિસ્ક્રનિંગ વધારી દેવામાં આવ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા 10,181 ઘરોમાં કુલ 51,724 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ 3,567 કાચા મળેલ ઘરોમાંથી કુલે 3,741 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે.

    બાળકોને ચાંદીપુરા વાયરસથી બચવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશને  મહત્વના સૂચનો કર્યા છે. વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. માખી અને મચ્છરથી આ રોગ ફેલાય છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશન અનુસાર ઘર તેમજ શાળામાં દવાઓનો છંટકાવ કરવો જોઈએ. 9 મહિનાથી 14 વર્ષના બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ શકે છે. ચાંદીપુરા વાયરસથી બાળકને તાવ આવે છે,જેમાં બાળકને મગજમાં સોજો પણ આવી જાય છે અને ખેંચ પણ આવે છે.બાળક અર્ધબેભાન કે બેભાન થઈ જાય છે. બાળકોમાં આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક તેને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં 15 વર્ષ સુધીના બાળકોના મોત થવા લાગ્યા હતા.. બાળકોના મોત આ વાયરસથી થયા હોવાનું ખુલ્યું હતું.ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply