ગુજરાત પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ વિશે જાણકારી માટે 100 નંબર પર માહિતી આપવા અનુરોધ
Live TV
-
ગુજરાત પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ વિશે કોઈ પણ જાણકારી હોય તો 100 નંબર પર કોલ કરીને અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપવા જનતાને અનુરોધ કર્યો છે. સાથે જ સલામત અને સુરક્ષિત રીતે ઉતરાયણનો તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉતરાયણના તહેવારને લઇને હાલ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની બજારોમાં પતંગ અને માંજાનું વેચાણ થઈ રહ્યું થે સાથે સાથે સરકાર દ્વારા પ્રતિબંઘીત કરવામાં આવેલ ચાઈનિઝ દોરી અને તુક્કલનું પણ કેટલાક અંશે વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકોને પણ પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ વિશેની માહિતી આપવા માટે અપિલ કરી છે. લોકોને પોલીસનો ટોલફ્રી નંબર 100 પર કોલકરીને જાણકારી આપવા માટે જણવાવવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોકો દ્વારા જાણકારી મળતા જ પોલીસ દ્વારા જવાબદાર વ્યકેતિઓ સામે ત્વરીત એક્શન લેવામાં આવશે.
