છેલ્લા 8 કલાકમાં 79 તાલુકામાં વરસાદ, બગસરામાં સૌથી વઘુ પોણા ચાર ઈંચ વરસાદ
Live TV
-
રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 8 કલાકમાં 79 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પોણા ચાર ઈંચ વરસાદ જ્યારે ગાંધીનગરના દહેગામમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
નડિયાદ અને સાગબારામાં પણ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 5 જિલ્લાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાજીમાં ભારે વરસાદ વરસતા હાઇવે પર પાણી ભરાયા હતા. હાઇવે પર પાણી ભરાઈ જતા સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવનારા થોડા દિવસમાં ભાદરવી પૂનમ નો મહામેળો ભરાનાર છે ત્યારે ભારે વરસાદને કારણે સ્થાનિક તંત્ર મુશ્કેલીમાં મુકાયું છે.