જામનગર : અતિભારે વરસાદના પરિણામે અનેક લોકોનું સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરાયું
Live TV
-
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે દરેડ, ચેલા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં અને ઝૂંપડાઓમાં રહેતા1500 જેટલા લોકોનું દરેડ પ્રાથમિક શાળા,પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
જામનગર દરેડના આ લોકોને જમવાનું મળી રહે તે માટે દરેડ જીઆઇડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક, દરેડ ગામના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા છેલ્લા બે દીવસથી તંત્રના સહયોગથી બન્ને ટાઇમ જેટલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અને નાના બાળકોને પીવા માટે દૂધની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કેબિનેટમંત્રી રાઘવજી પટેલે દરેડ ખાતે એક કારખાનામાં મજૂરો અને અનેકપરિવારો માટે તૈયાર થઈ રહેલ ફૂડ પેકેટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ૨૫ કેટલા સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.