Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં મેઘ કહેરથી મળી રાહત, નાગરિકો સહિત તંત્રે લીધો રાહતનો શ્વાસ

Live TV

X
  • 17 જેટલા ડેમોમાંથી 15 જેટલા ડેમો ઓવરફ્રો થઈ ગયા

    હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં માત્ર 2 કલાકમાં જ 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢ  કલેક્ટરે પણ લોકોને બિનજરુરી બહાર ન નિકળવા અપીલ કરી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે જૂનાગઢમાં 

    તંત્ર દ્વારા શહેરના લોકોને સતર્ક રહેવાની પણ સૂચનાઓ અપાઈ

    જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વતમાળા ઉપર સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ શહેર અને સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. જુનાગઢ શહેરના ભવનાથ તળેટી દામોદર કુંડ નદી નાળાઓ તથા નર્સિંગ સરોવર ઓવર ફ્લો થતા ઘોડાપૂરની સ્થિતિ સામે આવી છે. તંત્ર દ્વારા શહેરના લોકોને સતર્ક રહેવાની પણ સૂચનાઓ અપાઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં રવિવારે પણ ગિરનાર પર્વત ઉપર આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

    17 જેટલા ડેમોમાંથી 15 જેટલા ડેમો ઓવરફ્રો થઈ ગયા

    ત્યારે જૂનાગઢમાં તળેટીના વિસ્તારમાં ફરવા આવેલા લોકોને પરત ફરવા તેમજ જે લોકો ઘરે છે તેમને ઘરમાં જ રહેવાની તંત્રે સૂચના આપી છે. સમગ્ર જિલ્લામાં 180% જેટલો વરસાદ ખાબકી ગયો છે. તો 17 જેટલા ડેમોમાંથી 15 જેટલા ડેમો ઓવરફ્રો થઈ ગયા છે. તો એકંદરે વરસાદ વિરામ લેતા પરિસ્થિતિ ભયંકર સ્વરૂપ લેતા પહેલા અટકી છે અને તંત્રનો શ્વાસ નીચો બેઠો છે. હાલમાં, પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે. હાલ વધુ વરસાદ જુનાગઢ સહન કરી તેવી પરિસ્થિતિ જોવા મળતી નથી. જેથી જો આગામી દિવસોમાં પણ વધુ વરસાદ હોય તો લોકોએ જાગૃત અને ચેતવું જરૂરી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply