Skip to main content
Settings Settings for Dark

દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર પ્રોજેક્ટનો ગાંધીનગરથી આરંભ

Live TV

X
  • ગાંધીનગરથી કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગાંધીનગરના સેક્ટર-3 ન્યૂની એક આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવડી કાર્યકર પાસેથી તેમણે નિયમિત કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, તેને નિહાળી હતી. નાના ભૂલકાઓના બાળ ગીત સાથેના નૃત્ય, શાકભાજી- ફળ ની ઓળખ કરવાની ક્ષમતા, રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા. સગર્ભા, ધાત્રીમાતાને પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું.        

    શું છે પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ?

    આ ખુબ જ સરળ પ્રક્રિયા છે. જેમાં સૌપ્રથમ આંગણવાડી કાર્યકર (AWW) દ્વારા લાભાર્થીના ચહેરાને એપમાં રજિસ્ટર કરવામાં આવશે. ત્યારબાદ દર વખતે ટીએચઆર વિતરણ સમયે, લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે. જેની સાથે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. લાભાર્થીને મળેલ OTPને એપમાં દાખલ કરવામાં આવશે. સફળ ચહેરા ઓળખ અને OTP ચકાસણી પછી જ, આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટેક હોમ રાશન આપી શકશે. આ ફેસ ઓથેન્ટિકેશનથી આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને વધુ સુચારુ અને પારદર્શક બનાવશે. 

    આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું ?

    ટેક હોમ રાશનનો લાભ ફકત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ સરકારની ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફેસ ઓથેન્ટિકેશનથી લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ એપ ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક-એક ઘટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply