દ્વારકાઃ પવિત્ર ગોમતી નદીના નીરમાં ગણપતિ બાપ્પાની ભક્તોએ કરી વિદાય
Live TV
-
દ્વારકાઃ પવિત્ર ગોમતી નદીના નીરમાં ગણપતિ બાપ્પાની ભક્તોએ કરી વિદાય
દ્વારકામાં પ્રખ્યાત રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવ વિવિધ કાર્યક્રમો સેવાકીય કાર્યો બાદ બપ્પાને ગોમતીના પવિત્ર જળ માં વિસર્જન કરાયા હતા. દ્વારકા આસપાસનાં 60 જેટલા ગણેશ મંડળો પણ ગોમતી ઘાટ પર આવતા પોલીસ અને ફાયરની ટીમો મોડી રાત સુધી રહી ખડે પગે રહી.
યાત્રાધામ દ્વારકામાં ગઈ કાલે મોટી સંખ્યામાં ગણેશ પંડાલો દ્વારા બાપા ને સાતમાં દિવસે વિદાય આપવા ગોમતી ઘાટ પહોંચ્યા હતા. ત્યારે પ્રખ્યાત રિદ્ધિ સિદ્ધિ ગણપતિનાં પંડાલ નાં યુવાનો, પક્ષી તીર્થ પંડાલ, વાલ્મીકિ વાસ, સહિત અનેક પંડાલો ગોમતી ઘાટ પર પહોંચ્યા હતા. કાલે સાતમા દિવસે સમગ્ર દ્વારકાનાં તમામ રસ્તાઓ પવિત્ર ગોમતી નદી તરફ જતા સમગ્ર રસ્તાઓ ભારે ભીડ થી પ્રભાવિત જોવા મળ્યા હતા. જ્યાં વાજતે ગાજતે, નાશિક નાં બેન્ડ સાથે અને ઢોલ નગારા, ડી જે નાં તાલે તેમજ ભાવ પૂર્ણ રીતે બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આ નાં નાદ સાથે બાપા ને ગોમતી નાં પવિત્ર જળ માં વિદાય આપી બાપા ને વિસર્જિત કર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત dysp, pi , psi સહિત પોલીસ સ્ટાફે અને પાલિકાની ફાયર રેસક્યું ટીમ પણ ખડે પગે જોવા મળી હતી.