Skip to main content
Settings Settings for Dark

નડિયાદમાં મતદાન જાગૃતિ માટે ખાસ અભિયાન, 1000થી વધુ નાગરિકો ગરબાના તાલે ઝૂમ્યા

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અતંર્ગત સ્વીપ કાર્યક્રમના માધ્યમથી મતદાન જાગૃતિની સતત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદના સંતરામ દેરી પાસે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી આયોજિત, મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 1000થી વધુ નાગરિકો , શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્કૂલના ટ્રસ્ટીઓએ મતદાન ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. ગરબા ગાયકો દ્વારા 'ઉઠો સાથિયો સમય આ ગયા હે ફર્ઝ નિભાને કા, મતદાન હમારા પરમ ધર્મ હૈ, વૉટ ડાલને ચલ',  'દિલ મે હમારે અરમાન હૈ, આને વાલા મતદાન હૈ' અને 'લોકતંત્ર કે મહા પર્વ કો મિલ કે હમે મનના હૈ, વૉટ ડાલને જાના હે ' જેવા ગરબાઓ દ્વારા 07 મે ના રોજ અચૂક મતદાન માટેની અપીલ કરી હતી. 

    જેમાં ખેડા જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલ સ્કૂલોના શિક્ષકો, ટ્રસ્ટીઓ, આઈસીડીએસ અને સખી મંડળની બહેનો, યુવાનો અને શહેરીજનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાઇ ગરબે ઘૂમ્યા હતા. સાથે જ ઉપસ્થિત સૌ વિવિધ સ્કૂલના સંચાલકોએ અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા.  આ પ્રસંગે શિક્ષણાધિકારી  કલ્પેશ રાવલ, નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર  રુદ્રેશ હુદડ,  ધારાબેન ઠાકર, નડિયાદ સિટી મામલતદારશ્રી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી અલ્પેશ પટેલ સહિત ખેડા જિલ્લાની કર્મચારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply