નવજાત બાળકીને CM વિજય રૂપાણીએ ચાંદીનો સિક્કો આપી વધાવી
Live TV
-
સાવરકુંડલામાં હોસ્પિટલની મલાકાત વેળાએ સીએમએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા
સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રના લાભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. કથામાં જતાં પહેલા CM વિજય રૂપાણીએ લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં પ્રસૂતા વોર્ડમાં મહિલાની કૂખેથી જન્મેલી એક નવજાત બાળકીને ચાંદીનો સિક્કો આપી બેટી વધાવો અભિયાન ચરિતાર્થ કર્યું હતું. આ હોસ્પિટલ શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન હેઠળ ચાલી રહી છે.
સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં લોક આરોગ્યની ખેવના કરતી સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. અહીં વિવિધ વિભાગોમાં રૂબરૂ જઇ આરોગ્યલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ વરસથી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર પ્રવૃત છે. તેના લાભાર્થે 3 ફેબ્રુઆરીથી રામકથાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત રહીને પ્રખર રામાયણી મોરારી બાપુના મુખેથી થઇ રહેલ રામકથાની અમૃતવાણીનું રસપાન કર્યુ હતું.