Skip to main content
Settings Settings for Dark

નવી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન રિશેડયુલ

Live TV

X
  • ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતિ રવિએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. આરોગ્ય અગ્ર સચિવશ્રીએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં ૪૫ થી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી આવતીકાલ શુક્રવાર તા.૧૪ મે થી ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે. ડૉ. જયંતિ રવિએ એમ પણ જણાવ્યું છે કે, ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ ૧૭ મે-૨૦૨૧થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ૧૮ થી ૪૫ વયજૂથના લોકોમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે. માત્ર  તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply