Skip to main content
Settings Settings for Dark

પુર પીડિતોની પડખે આવ્યા પ્રજાના પ્રતિનિધી, એક મહિનાનો પગાર CM રાહતનિધીમાં કરાવશે જમા

Live TV

X
  • વડોદરામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિના કારણે વડોદરા વાસીઓને ભારે નુકસાન થયું છે. લોકોની નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે વડોદરાનાં લોકોને તમામ મંત્રી અને ભાજપના ધારાસભ્યો મદદ કરશે.

    તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા વડોદરામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું.  આ પરિસ્થિતીમાં પણ પ્રજાની પડખે રહીને તેમને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રી અને ધારાસભ્યોએ એકજૂટ થઈને જન હિતલક્ષી નિર્ણય કર્યો છે. 

    રાજ્યના મુખ્યમંત્રી, તમામ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધીમાં જમા કરાવશે. આ તમામ પ્રજાના પ્રતિનિધીઓની રકમ મુખ્યમંત્રી રાહત નિધીમાં પ્રાપ્ત થશે. આ ફંડ વડોદરાના પુર પીડિતોના પુન:વસન અને તેમના મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply