Skip to main content
Settings Settings for Dark

પ્રગતિશીલ ખેડૂતો સાથે CM વિજય રૂપાણીએ કરી મુલાકાત

Live TV

X
  • 59 જેટલા ખેડૂતો અને તેમના પરિવારો સાથે કરી મુલાકાત

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના શિવપૂરા કમ્પા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ૫૯ જેટલા પ્રગતિશીલ ખેડૂત અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અહીંના ખેડૂતોએ ૧૫૦ હેક્ટરમાં સામૂહિક ખેતીનો અભિનવ પ્રયોગ કર્યો છે. ઉપરાંત અહીંના ખેડૂતો ૧૦૦ ટકા સૂક્ષ્મ પિયત અને ટપક પદ્ધતિ અપનાવી પાણીનો સદઉપયોગ કરે છે. આ પ્રયાસને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. આ સાથે સ્થાનિક ખેડૂતો દ્વારા જંતુનાશક દવાના ખાલી કન્ટેનર્સ એકત્ર કરી તેના પુનઃવપરાશ અંગેના પ્રયોગથી અભિભૂત થયા હતા. અહીં મુખ્યમંત્રીએ સામુહિક ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યા બાદ ખેડૂત પરિવારોને પ્રેરણા આપતા કહ્યું હતું કે શિવપુરા કમ્પાનો આ સામૂહિક ખેતી પ્રયોગ રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો પણ અપનાવે તે જરૂરી છે. મુખ્યમંત્રી રૂપાણી સાથે ધારાસભ્ય શંભુજી ઠાકોર, કૃષિના અધિક મુખ્ય સચિવ સહીત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply