Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, રાણીપની નિશાન સ્કૂલથી કર્યું મતદાન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, રાણીપની નિશાન સ્કૂલથી કર્યું મતદાન

    આજે ત્રીજા તબક્કાનું મતદાન છે.  આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર યોજાઈ રહ્યું છે મતદાન. ગુજરાતની 25 લોકસભા બેઠકો અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. સુરત પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થતા આ બેઠક પર  લોકસભા  ચૂંટણી  માટેનું  મતદાન નહીં યોજાય.   

    કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશમાં 9, છત્તીસગઢમાં 7, બિહારમાં 5, આસામ અને પશ્ચિમ બંગાળમાં 4 -  4 ,, અને ગોવા, દાદરા અને નગર હવેલી , તથા  દમણ અને દીવની  2-2 બેઠકો ઉપર પણ   મતદાન શરૂ.  

    ગુજરાત ના 4.94 કરોડ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીએ રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત  શાહ નારણપુરા  ખાતે મતદાન કર્યું.  પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. પ્રધાનમંત્રીએ મીડીયા સાથે વાત કરતા જણાવ્યું કે, મીડિયા કર્મચારીઓને કહ્યું તમે બધાએ મતદાન કર્યું? આ ઉપરાંત મીડિયા કર્મીઓની ચિંતા કરતા કહ્યું કે તમે વધુ દોડધામ કરતા રહો છો તો પાણી વધુ પીવાનું રાખો. આ સાથે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થાના વખાણ કર્યા. 

    સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભા બેઠક માટે મતદાન કર્યું.  રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ મતદાન કર્યું. તો આ તરફ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે મતદાન કર્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply